અંકુર નો સાદ...
રુચિકા ઉમર ૧૫ વર્ષ , ૨૦૧૦ ધોરણ ૧૦ માં ભણતી વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાનું પેપર આપીને ઘરે આવે છે; કોઈની સાથે વાત કર્યા વગર એ પોતાના રૂમમાં જઈ દરવાજો બંદ કરી લે છે . ઘણી વારસુધી દરવાજો ખખડાવ્યા છતાય દરવાજો ન ખોલતા દરવાજો તોડવામાં આવે છે . સામેજ પાંખે લટકેલું રુચીકાનું શરીર દેખાય છે. જ્યાં સુસાઈડ નોટ મળતા ગણિત નું પેપર ખરાબ ગયું હોવાનું કારણ બહાર આવ્યું હતું.
રોહન ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગયા વર્ષે એના વર્ગની સપનાના એક તરફી પ્રેમમાં પડ્યો, સપના સામે પ્રેમનો પ્રસ્તાવ મુકતા તેણીએ ના પડી . આ આઘાત રોહનથી સહન ન થતા રોહને જેહ્રીલી દવા ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું.
આવા ટીનેજરોની આત્મહત્યાની ઘટનાઓ વર્તમાન પત્રોમાં વાંચવા મળે છે. જીવનથી હરિને કુમળી ઉમરના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પગલું ભરતા હોય છે.
ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ ડોક્ટર અંકુર મહીડા મુજબ
"૧૨ થી ૧૯ વર્ષની કિશોરાવસ્થા એ શારીરિક અને માનસિક પરિવર્તનનો કાળ હોય છે. ત્યારે તીનાજેર પ્રેમની , દુખની, હારની કે કોઈપણ ભાવના ઉચ્ચસ્તરે અનુભવતા હોય છે. મન ઉપર કાબુ ન રેહતા આવા ખોટા નિર્ણયો લેતા હોય છે. આ સ્પર્ધાત્મક યુગમાં માં બાપ પણ પોતાના બાળકો ઉપર વધુ ભણવાનો તાણ નાખતા હોય છે. વિદ્યાર્થીના રસ ને જાન્ય વગર પોતાની ઇચ્છાઓ ટીનેજર ઉપર નાખતા હોય છે, પરીક્ષામાં આવતા માર્ક્સની બીજાના બાળકો સાથે સરખામણી કરે છે , જેથી બાળક નિરાશ થઇ આવું પગલું ભરે છે.
શ્રી કિશોર ભગવાન ભાઈ પટેલ જેમના બે પુત્રો ધો. ૧૦ માં અભ્યાસ કરે છે એમના કહ્યા મુજબ " આજના બાળકો વિશેષત: ટીનેજર્સ ટીવી અને ફિલ્મો તરફ આકર્ષી જતા હોય છે. જેમાં બતાવામાં આવતા દ્રશ્યો બાળ માનસ ઉપર વિપરીત અસર કરે છે, અને તેવો પણ ટીવી માં બતાવ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત કરતા હોય છે."
સાયકોલોજીસ્ટ ડોક્ટર અંકુર મહીડા મુજબ " વાલીઓએ એમના બાળકો તરફથી ભણવાની અપેક્ષા કરવી એ ખોટું નથી પણ એ પેહલા પોતાના બાળકની ક્ષમતા, ઉમર સમજવાની અને ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે.
યોગેશ પંચાલ , મહિપાલ દુબે, માનસ ચોધરી ધો ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા ટીનેજર્સ સાથે તેઓ શું અનુભવે છે ?એમના કહ્યા મિજબ એમને બહાર રમવાનું ફરવાનું ગમે છે. કલ્લાકો ફક્ત ક્લાસ માં બેસીને ભણવાનું ગમતું નથી તેમજ મમ્મી, પપ્પા, સબન્ધિઓ બધાજ બોર્ડની પરીક્ષા વિષયે વારંવાર પૂછતાં હોય , એટલે એનો ડર લાગતો હોય છે. ઘણા ને બૌ બધા ક્લાસ માં જવાનું ગમતું નથી અને માનસિક તનાવ અનુભવે છે . એમ એમને કહ્યું. "
વિદ્યાર્થીઓના જવાબ વિષે ડોક્ટર અંકુર મહીડાનો પ્રતિભાવ પૂછતાં એમને જણાવ્યું કે " વધારે ક્લાસ માં જોડાવાથી કે કલ્લાકો બેસીને ભણવાથીજ માત્ર ટીનેજર ભણે એવું નથી એના સિવાય વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા પણ શિક્ષણ આપી શકાય છે. પરીક્ષાનો ડર પેદા કાર્ય સિવાય ટીનેજરને હલાવો અનુભવ કરાવવો જોઈએ જેથી તેવો માનસિક તાણ અનુભવે નહિ."
રાહુલ ગવ્હાને કે જેઓ ગાઇડન્સ અને કાઉન્સેલિંગ નિષ્ણાંત છે એમના કહ્યા મુજબ "ઘણી વખત ટીનેજર્સ વિશેષ કરીને ધોરણ ૧૨ અને કોલેજ ન પેહલા વર્ષ માં ભણતા ટીનેજર્સ એકતરફી પ્રેમમાં પડે અને એ અસફળ થતા નિરાશા અને એકલતામાં સરી પડે છે.. ચીચી કરાવી ઘુસ્સો કરવો, અનિયમિતતા એની દિનચર્યામાં જોવા મળે છે. અને જયારે આ નિરાશા વધી જાય ત્યારે એ ટીનેજર આત્મહત્યાન માર્ગ તરફ દોરાય છે."
વિદ્યાર્થીઓ આં પગલું ન ભરે અને પોતાનું શૈક્ષણિક જીવન સફળ બનાવી શકે તે માટે શું કરવું એમ પુછાતા એમને જણાવ્યું કે " માં બાપએ આ ઉમર માં પોતાનું બાળક આવતાજ તેની સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કેળવવો જોઈએ એમના સ્કુલ માં માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળી રહે એવી વ્યવસ્થા કરાવી જોઈએ મૈત્રી પૂર્વક વ્યવહારથી વાલીઓ પોતાના ટીનેજર ને ઓળખી, જણી શકે. બાળકોને રસ હોય એવા ક્ષેત્ર માં આગળ વધવાની એમના પ્રેરણા આપવી જોઈએ, પરીક્ષાના માર્ક્સ ની સરખામણી ન કરાવી જોઈએ. માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા ટીનેજર માં થતા શારીરિક અને માનસિક બદલાવ વિષે માહિતી પૂરી પડાવી જોઈએ. તેનો આત્મ વિશ્વાસ વધે એવો સંવાદ રાખવો શિક્ષણ સિવાય એને રસ પડે એવા વર્ગો માં જોડવા દેવું અને સૌથી મહત્વનું એકે બધાએ બાળકમાં હમેશા કોઈપણ પરિસ્થિતિમાં વિશ્વાસ દાખવવો ખુબજ મહત્વનું છે; જેથી એ એવી પરિસ્થિતિ માં ટૂટી ન જાય એની સાથે હળવું વાતાવરણ અને વર્તન રાખવું ."
આમ બાળકને સમજી તેનો રસ, ક્ષમતા,ઉમર જણી એ અનુસાર એને વાતાવરણ પૂરું પડવું જેથી એ પોતાની ક્ષમતા સાથે ખીલી શકે અને પ્રસરી, વિકસી શકે.. આખરે દરેક બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. અને દરેક બાળક ખાસ છે. ભવિષ્યના તારલાઓ ચમકવા ત્યાર થઇ રહ્યા છે બસ કેટલીક બાબતોનું આપણને ધ્યાન રાખવું જરૂરી છે.